ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM) | Constitution | indian constitution | Loksabha | PM Modi

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે, તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે. આજે લોકસભામાં બંધારણના 75 નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.

દેશની એકતા મજબુત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં 370 કલમ નાબુદ કરવી અને એક દેશ – એક વેરો નીતિ અંતર્ગત જીએસટીનો અમલ કર્યો છે. એવી જ રીતે સમગ્ર દેશમાં એક રેશનકાર્ડ, એક દેશ એક ગ્રીડ અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓનો વિકાસ જેવી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. બંધારણને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત ગણાવીને સરકારે ખેડૂતો અને મહિલાઓના વિકાસ માટે લીધેલા પગલાંઓની વિગતો આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ