પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. ત્રણ દિવસનું આ સંમેલન ગઈકાલે શરૂ થયું હતું, જેમાં રાજ્યોની સાથે ભાગીદારીમાં એક પરસ્પર વિકાસ કાર્યસૂચિ અને યોગ્ય કાર્યવાહીની રચના તૈયાર કરવા તેમજ તેને લાગુ કરવા પર ધ્યાન અપાશે.
આ સંમેલનનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસ હાંસલ કરવા માટે યોગ્ય સહયોગ સુનિશ્ચિત કરવાનો છે. સંમેલનમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યસચિવ, વરિષ્ઠ અધિકારી અને વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આ સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મજબૂત સહયોગને પ્રોત્સાહન આપવાના દ્રષ્ટિકોણથી પ્રેરિત મહત્વની પહેલ છે.