પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.
આ પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે વધુ સહકાર સુનિશ્ચિત કરવાનો છે. મુખ્ય સચિવોની પ્રથમ પરિષદ જૂન 2022માં ધર્મશાલામાં, બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં અને ડિસેમ્બર 2023 માં દિલ્હીમાં ત્રીજી પરિષદ યોજાઇ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે સંમેલનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:38 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી