પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા. કપૂર પરિવારે પ્રધાનમંત્રીને રાજ કપૂર ફિલ્મ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું હતું, જે આ મહિનાની 13 થી 15 તારીખ સુધી 40 શહેરોમાં યોજાશે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં રાજકપૂરનાં યોગદાનને યાદ કરતા આ મુજબ જણાવ્યું,
પ્રધાનમંત્રીએ કપૂર પરિવારને રાજ કપૂર વિશે, ખાસ કરીને મધ્ય એશિયાનાં દર્શકો માટે ફિલ્મ બનાવવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે લોકોનાં જીવન પર રાજ કપૂરની મોટી અસર હતી. શ્રી મોદીએ પરિવારને જણાવ્યું કે મધ્ય એશિયામાં ભારતીય સિનેમાની વિશાળ સંભાવનાઓ છે અને તેનો ઉપયોગ કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે. સિનેમાની શક્તિને યાદ કરતાં, શ્રી મોદીએ એક ઘટના ટાંકતા જણાવ્યું કે, અગાઉની જનસંઘ પાર્ટી દિલ્હીમાં ચૂંટણી હારી ગયા બાદ નેતાઓએ રાજ કપૂરની ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ જોવાનું નક્કી કર્યું. તેમણે ઉમેર્યું કે પક્ષે હવે ફરી એક વાર સવાર જોઈ છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી