ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જેમ જેમ દેશમાં ડિજિટલી કનેક્ટિવિટી વધી રહી છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જેમ જેમ દેશ મોટા પાયે ડિજિટલી કનેક્ટ થઈ રહ્યો છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ સતત વધી રહ્યું છે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ની ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથેની વાતચીતમાં ગઈ કાલે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનાં અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાંનું એક છે.
યુવા સંશોધકોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સંશોધકો 21મી સદીના ભારત માટે અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, યુવા સંશોધકોનાં ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
પ્રધાનમંત્રીએ મુંબઇની વેલિંગકર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચના યુવા સંશોધકો સાથે પણ સંવાદ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ