ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓની 1,300થી વધુ ટૂકડીઓ ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉપસ્થિતોને સંબોધિત કરશે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની 7મી આવૃત્તિ આવતી કાલે દેશભરમાં 51 નોડલ કેન્દ્રો પર એક સાથે શરૂ થશે. સોફ્ટવેર એડિશન 36 કલાક માટે નોનસ્ટોપ ચાલશે, જ્યારે હાર્ડવેર એડિશન 15મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ભૂતકાળની આવૃત્તિઓની જેમ, વિદ્યાર્થીઓની ટીમો મંત્રાલયો, વિભાગો, ઉદ્યોગો દ્વારા પૂરા પાડવામાં આવેલી સમસ્યાઓ પર કામ કરશે અથવા સ્ટુડન્ટ ઇનોવેશન કેટેગરીમાં રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રો સાથે જોડાયલી 17 થીમ્સમાંથી કોઈ એક થીમ અંગે પોતાનાં વિચારો રજૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ