ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે.
આ માટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ ગઈકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે, વિશ્વના રોકાણકારો અને નિષ્ણાતો ભારતને લઈને ખૂબ જ
ઉત્સાહિત છે.

રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે દરેક ક્ષેત્રમાં જે વિકાસ સાધ્યો છે તે દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આઝાદીના સાત દાયકા પછી ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે પરંતુ છેલ્લા એક દાયકામાં દેશે અસાધારણ વિકાસ કર્યો છે. તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ