પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું કે આજે ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂના ઉપદેશોના આધાર પર આગળ વધી રહ્યું છે.. તેમણે ઉમેર્યુ હતું કે અમારો સંકલ્પ એક લાખ તેજસ્વી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે, જે 21મી સદીના ભારતીય રાજકારણનો નવો ચહેરો બનશે, દેશનું ભવિષ્ય બનશે. તેમણે કહ્યું હતું કે આજનો યુવાન પ્રાચીન પરંપરાને આગળ વધારી રહ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રામકૃષ્ણ મઠના ભોજનાલય, સંતઆવાસ તેમજ પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન કર્યું હતું કે રાજ્યમાં ૧00 કરોડથી વધુના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટનો વિકાસ થશે.