પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યોમાં શ્રેષ્ઠ સંચાર, ડિજિટલ સમાવેશ અને આંતરમાળખામાં રોકાણ દ્વારા થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે.
શ્રી મોદીએ કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના લેખ વિશે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ શેર કરી હતી. આ લેખની વિશેષતા એ છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર-પૂર્વની ભૂમિકા અગત્યની છે. પ્રધાનમંત્રીએ અષ્ટલક્ષ્મી મહોત્સવની પણ પ્રશંસા કરી જે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં કાપડ, પ્રવાસનની તકો અને પરંપરાગત હસ્તકલાના મહત્વને ઉજાગર કરે છે.
ત્રણ દિવસીય અષ્ટલક્ષ્મી ઉત્સવનું આજે નવી દિલ્હીમાં સમાપન થશે. આ ઉત્સવનો ઉદ્દેશ્ય ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોની સુંદરતા, વિવિધતાને ઉજાગર કરવાનો છે. આ રાજ્યોમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમનો સમાવેશ થાય છે. મહોત્સવમાં 250 થી વધુ કારીગરો તેમની અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે જેમાં 34 GI ટેગવાળી વસ્તુઓનો સમાવેશ થાય છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:42 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી