પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના
ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના
આર્થિક વિકાસને વેગ મળશે. આ સાથે રોજગારીની તકોમાં પણ વધારો થશે.
સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ કહ્યું કે આ નિર્ણયથી એક
ભારતની સરકારની પ્રતિબદ્ધતા પણ સ્પષ્ટ થાય છે. ઉલ્લેખનીય છે કે આર્થિક
બાબતોની કેબિનેટ સમિતિએ કુલ 50 હજાર 655 કરોડ રૂપિયાના ખર્ચે નવસો 36
કિલોમીટરની કુલ લંબાઇ સાથે આઠ મહત્વપૂર્ણ નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર
પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.
ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય માહિતી
અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ 2047 માટે
ભારતના વિઝનને અનુરૂપ છે.