ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું છે.
શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, યુવાનોને એક પ્લેટફોર્મ આપવા માટે આવતા મહિને “વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” યોજવામાં આવશે. જેમાં વિચારોની આપ-લે કરવાની છે.
પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ગુજરાતના અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના સ્વયંસેવકો દ્વારા નિઃસ્વાર્થ સેવાના 50 વર્ષ પૂરા થયાની ભવ્ય ઉજવણી કાર્યકાર સુવર્ણ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે, નાગરિકો સ્વચ્છ ભારત મિશન, કુદરતી ખેતી મિશન, પર્યાવરણ જાગૃતિ, બાળકીને શિક્ષિત કરવા અથવા આદિવાસી કલ્યાણ જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્ર નિર્માણની ચળવળોમાં ભાગ લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, તમામ BAPS સ્વયંસેવકો દર વર્ષે એક સંકલ્પને અનુસરે, જેમ કે રસાયણ મુક્ત ખેતી માટે એક વર્ષ સમર્પિત કરવું, વિવિધતામાં એકતાની ઉજવણી કરવી, ડ્રગના જોખમ સામે લડવું અને નદીઓને પુનર્જીવિત કરવી. તેમણે કહ્યું, “એક પેડ મા કે નામ” ચળવળ પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાથી રાષ્ટ્રની વિકાસ તરફની કૂચમાં વધુ ઉમેરો થશે. શ્રી મોદીએ ભુજ ભૂકંપ, કેરળ પૂર, ઉત્તરાખંડ ભૂસ્ખલન અને કોવિડ કટોકટી દરમિયાન સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાઓ માટે પણ પ્રશંસા કરી હતી. 28મી જાન્યુઆરી, 2024ના રોજ વર્ષભર ચાલનારી કાર્યકાર સુવર્ણ મહોત્સવની ઉજવણી શરૂ થઈ હતી અને ગઈકાલે સાંજે ગુજરાતનાં અમદાવાદમાં ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ