પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPS ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બે હજારથી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.
BAPS સંસ્થાના સ્વયં સેવકોએ કોવિડ-19 ઉપરાંત ધરતીકંપ, પુર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનઃવર્સન અને 75 શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:42 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી