પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, ઇશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે, અષ્ટલક્ષ્મી મહોત્સવના લીધે ઇશાન ભારતના રાજયોમાં મૂડીરોકાણોની તકોમાં વધારો થશે. આ મહોત્સવના પગલે ઇશાન ભારતના ઉજજવળ ભાવિનો આરંભ થઇ રહ્યો છે. અને વિકસિત ભારતના મિશનને નવું બળ મળશે.
આજથી ત્રણ દિવસ સુધી ચાલનાર અષ્ટલક્ષ્મી મહોત્સવમાં ઇશાન ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાગત કલા અને હસ્તકલાઓનો પરિચય અપાઇ રહ્યો છે. આ મહોત્સવમાં ઇશાન ભારતનો કાપડ ઉદ્યોગ, ત્યાંના પ્રવાસન સ્થળો અને આગવા ઉત્પાદનોને રજૂ કરાયા છે. મહોત્સવમાં 250થી વધુ કલાકસબીઓના હસ્તકલાના ઉત્પાદનો રજૂ કરાયા છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:42 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી