પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલિ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવા ફોજદારી કાયદાનો અમલ એ આપણા બંધારણે આપણા દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરી છે તેને પૂર્ણ કરવાની દિશામાં એક નક્કર પગલું છે. તેમણે કહ્યું કે આ નવા કાયદા ભારતને સંસ્થાનવાદી વારસામાંથી મુક્ત કરશે. મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ બદલ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વકીલો અને ચંદીગઢના બારના સભ્યોનો પણ આભાર માન્યો અને અભિનંદન આપ્યા.આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ત્રણવર્ષમાં ત્રણ નવા ફોજદારી કાયદા આખા દેશમાં લાગુ કરવામાં આવશે. શાહે કહ્યું કે લાવવામાં આવેલા કાયદા ભારતીયો દ્વારા, ભારતીય સંસદમાં બનાવવામાં આવ્યા છે અને લોકોને ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યા છે.અગાઉ, મોદી અને શાહે ચંદીગઢમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષ્ય અધિનિયમ – ત્રણ પરિવર્તનકારી નવાફોજદારી કાયદાઓ પર એક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. તેઓએ નવા ફોજદારી કાયદાઓ હેઠળ ગુનાના સ્થળની તપાસનું જીવંત પ્રદર્શન પણ જોયું.
Site Admin | ડિસેમ્બર 3, 2024 8:09 પી એમ(PM) | નરેન્દ્ર મોદી