પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે, જેથી તેઓ ઐતિહાસિક વિકિસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. વિકિસિત ભારત ચેલેન્જ એ ચાર તબક્કાની સ્પર્ધા છે, જેમાં યુવાનોને ભાગ લેવા અને વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવે છે. ચેલેન્જની શરૂઆત 25મી નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી ઓલ ઈન્ડિયા ડિજિટલ ક્વિઝ સ્પર્ધા સાથે થશે. આ સ્પર્ધા 15 થી 29 વર્ષની વયના તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે આ ક્વિઝ દ્વારા યુવાનો વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં અવિશ્વસનીય યોગદાન આપશે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી