પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જીડીપી આઠ ટકાના દરે વધી રહી છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
આજે નવી દિલ્હીમાં ‘જર્ની ટુવર્ડ્સ વિકિસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારત રોગચાળા સામે લડ્યા બાદ પણ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, બજેટનું કદ હવે ત્રણ ગણું વધીને 48 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે કહ્યું કે, સરકારે મંત્રાલયોની ફાળવણીમાં રેકોર્ડ વધારો કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ઉચ્ચ વૃદ્ધિ અને ઓછો ફુગાવો છે. શ્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારે સરળ જીવન, કૌશલ્ય વિકાસ, રોજગાર પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર તેના તમામ નાગરિકો માટે જીવનની સરળતા અને જીવનની ગુણવત્તા સુનિશ્ચિત કરી રહી છે.
Site Admin | જુલાઇ 30, 2024 2:19 પી એમ(PM) | પ્રધાનમંત્રી