ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 25, 2024 7:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સહકારી ક્ષેત્રમાં ભાવિ વૃધ્ધિમાં ભારતની મોટી ભૂમિકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ભાવિ વૃધ્ધિમાં ભારત તેની મોટી ભૂમિકા જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધન- ICA વૈશ્વિક સહકાર પરિષદનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, સહકારી એકમો ભારતની સંસ્કૃતિનો પાયો છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં સહકાર ક્ષેત્ર એક વિચારમાંથી ક્રાંતિમાં અને ક્રાંતિમાંથી સશક્તિકરણમાં પરિવર્તિત થયું છે.
આ પ્રસંગે શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 પર બહાર પાડવામાં આવેલી સ્મારક ટિકિટનું વિમોચન કર્યું હતું.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્ર પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું કે દરેક ગામ અને દરેક ખેડૂત સુધી સહકારિતાની પહોંચ વધારવા સરકાર કટિબધ્ધ છે અને અનેક ક્ષેત્રોને સહકારિતા સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે.
ભુટાનના પ્રધાનમંત્રી ડેશો શેરિંગ ટોબગે અને ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામિકાએ પણ પરિષદમાં હાજરી આપી હતી.
આઇસીએનાં 130 વર્ષનાં ઇતિહાસમાં ભારતમાં પ્રથમ વાર વૈશ્વિક સહકાર પરિષદ અને સામાન્ય સભા યોજાઈ રહી છે. 1895માં સ્થપાયેલાં આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધનમાં વિશ્વભરનાં 30 લાખ સહકારી એકમો જોડાયેલા છે અને તેમાં એક અબજથી વધુ સહકારી સભ્યો છે. છ દિવસની આ પરિષદમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો અને ચર્ચા હાથ ધરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ