પક્ષના મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ નકારાત્મક રાજકારણની હાર છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રે વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો છે.
સમગ્ર દેશમાં માત્ર એક જ બંધારણ લાગુ છે અને તે બંધારણ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે દુનિયાની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં. તેમણે ભારતની પ્રગતિને આગળ ધપાવવા વૈશ્વિક સ્તરના આધાર માળખાને સ્થાપિત કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 24, 2024 8:29 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી