ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના થયા છે. અગાઉ, ગયાનામાં નેશનલ કલ્ચરલ સેન્ટર ખાતે ભારતીય સમુદાય ને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાનતાઓ બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રતા માટે મજબૂત પાયો પૂરો પાડે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંસ્કૃતિ, ભોજન અને ક્રિકેટ ભારત અને ગયાનાને ઊંડાણથી જોડે છે. પ્રધાનમંત્રીએ ભારત-ગયાનીઝ સમુદાય અને કેરેબિયન રાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતની પ્રગતિ વ્યાપક, ઝડપી અને ટકાઉ રહી છે. શ્રી મોદીએ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા બદલ ભારતીયોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીયોને તેમના વતનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ