પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા હતા.
શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા જેવા ક્ષેત્રોમાં ભારત-ડોમિનિકા સહકાર માટેની તકોની ચર્ચા કરી. તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર અંગે પણ ચર્ચા કરી.
Site Admin | નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | narendramodi | newsupdate | topnews | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી