પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ પ્રદેશ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થશે. પ્રધાનમંત્રી મોદી ગયાનાની સંસદને પણ સંબોધિત કરશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતીયોને પણ મળશે.
Site Admin | નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | narendramodi | news | newsupdate | topnews | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી