ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 2:35 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રિયો – ડી જાનેરોમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19માં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા છે. બ્રાઝિલમાં ભારતના રાજદૂત સુરેશ રેડ્ડીની આગેવાની હેઠળનાં પ્રતિનિધિમંડળે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોનાં ઉચ્ચારણ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભારતીય સમુદાયના લોકોએ પણ શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બ્રાઝિલ આવતા પહેલાં પ્રધાનમંત્રીએ નાઇજિરીયાની મુલાકાત પૂર્ણ કરી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી20 શિખર સંમેલનમાં વિશ્વના ટોચનાં નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ બે દિવસીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સ્થિતિ રજૂ કરશે, ઉપરાંત જી20ના ગત વર્ષે નવી દિલ્હીમાં મળેલા શિખર સંમેલનમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ અને તેની પ્રગતિ અંગેની ચર્ચા પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ