ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 7:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ ટીનુબુ એ નાઇજીરીયામાં દ્વિપક્ષીય મંત્રણા યોજી – વિવિધ ક્ષેત્રોમાં સમજુતી કરાર થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુ એ નાઇજીરીયાના અબુજા ખાતે દ્વિપક્ષીય મંત્રણા યોજી છે. પ્રતિનિધિ સ્તરની આ મંત્રણામાં બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય ભાગીદારી મજબુત બનાવવાની અને તેના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સહકાર વધારવા સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, નાઇજીરીયા સાથેની વ્યુહાત્મક ભાગીદારીને ભારત ટોચની અગ્રતા આપે છે. તેમણે કહયું કે, સંરક્ષણ ઉપરાંત ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય સહિત ઘણા વિસ્તારોમાં બંને દેશો વચ્ચે મજબુત દ્વિપક્ષીય સહકાર છે.
નાઇજીરીયાએ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર જેવા પ્રતિષ્ઠીત પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. તે માટે શ્રી મોદીએ નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નાઇજીરીયાના પુરથી અસરગ્રસ્તો માટે માનવતાના ધોરણે વીસ ટન સહાય મોકલવાની જાહેરાત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે વિકાસશીલ દેશોને વિશ્વના અન્ય દેશોની સાથે લાવવામાં ભારત અને નાઇજીરીયાનો સહકાર મહત્વની ભૂમીકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ત્યા વસતાં ભારતીયોના સમુદાયને પણ સંબોધવાના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ