ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના અન્ય પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નાઈજીરીયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાના એમ ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે રાત્રે નાઈજીરીયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે.
પ્રધાનમંત્રી તેમની મુલાકાતના બીજા તબક્કામાં આવતીકાલે બ્રાઝિલની મુલાકાત લેશે, જ્યાં તેઓ G20 સંમેલનમાં ભાગ લેશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલા દા સિલ્વા આ સંમેલનની યજમાની કરશે. ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે G20 ટ્રોઇકાનો ભાગ છે અને G20 શિખર સંમેલનની ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે. સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પરિપ્રેક્ષ્ય રજૂ કરશે અને તાજેતરમાં ભારતમાં યોજાયેલી G20 અને વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટના પરિણામો વિશે પણ ચર્ચા કરશે. તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ