પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતિની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી છે. આજે મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
પક્ષના કાર્યકરો છેલ્લાં ઘણા સમયથી અથાક પરિશ્રમ કરી રહ્યા છે તે માટે પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આગામી 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી એ મતગણતરી હાથ ધરાશે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતિની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી
