પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે. પ્રવાસે જતા પહેલાં શ્રી મોદીએ કહ્યું કે, તેમની આ મુલાકાતથી પશ્વિમ આફ્રિકાના ભારતના મહત્વના ભાગીદાર દેશ સાથેની વ્યૂહાત્મક ભાગીદાર મજબૂત બનાવવાની તક ઊભી થઈ છે. તેમણે નાઇજીરીયામાં વસતા ભારતીયોને મળવા ઉત્સુક હોવાનું જણાવ્યું છે.
શ્રી મોદી 18મી નવેમ્બરે બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 શિખર બેઠકમાં ભાગ લેશે. જેમાં શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ રજૂ કરશે. આ બેઠકમાં એક પૃથ્વી એક કુટુંબ વિષય વસ્તુ ઉપર ફળદાયી ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા નાઈજીરીયા જશે. નાઈજીરિયામાં તેઓ એ દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક સંમેલનમાં અને ત્યાંની સંસદમાં સંબોધન કરશે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:41 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી