ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે. મીડિયા સંસ્થા દ્વારા યોજાયેલી એક બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે, તેમની સરકાર લોકોનો અને લોકો થકી દેશના વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. તેમની સરકારે રોજગાર અને વિકાસ માટેના મૂડીરોકાણની મદદથી દેશના વિકાસનું મોડેલ અપનાવ્યું છે. આના પરિણામે દેશ અને દેશના નાગરિકોનું ગૌરવ વધશે.
આસામમાં બોડો સમુદાય સાથેની શાંતિ સંધિના લીધે ત્યાંના નાગરિકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. વિકાસના મંત્ર સાથે આગળ વધતી સરકારે કેન્દ્રીય બજેટનું કદ વધારીને 48 લાખ કરોડ રૂપિયા કર્યું છે. વર્ષ 2014માં બજેટનું કદ આશરે 16 લાખ કરોડ રૂપિયા હતું.
આજે દેશમાં ઉદ્યોગોને અનૂકુળ નીતિઓના કારણે દેશમાં સવા લાખ જેટલાં સ્ટાર્ટઅપ નોંધાયા છે. જેના દ્વારા યુવાનો દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ