પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. તેઓ પ્રથમ તબક્કામા નાઈજીરીયા જશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક સંમેલનને પણ સંબોધિત કરશે.
શ્રી મોદી 18મી નવેમ્બરે બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેશે. આ સમિટ દરમિયાન, શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સ્થિતિ રજૂ કરશે.
ત્રીજા અને અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરશે.
Site Admin | નવેમ્બર 16, 2024 2:50 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે.
