પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે, સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતિય સમુદાયને મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારનાં જમુઇ જિલ્લામાં 6 હજાર 600 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું ઉદઘાટન કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, તેમની સરકાર સિકલ સેલ રોગ નાબૂદ કરવા ગંભીરતાથી કામ કરી રહી છે અને 700થી વધુ એકલવ્ય શાળાઓ, આદિવાસી સંશોધન કેન્દ્રો અને યુનિવર્સિટીઓ ખોલી છે. શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની સરકાર જનજાતિય સમુદાયનાં વારસા અને સંસ્કૃતિની જાળવણી કરવા પ્રતિબધ્ધ છે. તેમણે ઉમેર્યું કે, સરકારે જનજાતિય સમુદાયની પરંપરા અને પ્રાચીન દવાઓ જાળવી રાખી છે.
Site Admin | નવેમ્બર 15, 2024 7:32 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી