પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં નાલંદા યુનિવર્સિટીનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ નવા પરિસરમાં તક્તીનું અનાવરણ પણ કર્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નાલંદા યુનિવર્સિટી દેશનાં સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમો માટે મહત્વનું કેન્દ્ર બની
જશે. તેમણે જણાવ્યું કે, નાલંદા યુનિવર્સિટી ઓળખ, સન્માન છે. નાલંદા મૂલ્ય, મંત્ર અને ગાથા છે.
નાલંદા યુનિવર્સિટી આસિયાન અને ભારતની યુનિવર્સિટી વચ્ચે નેટવર્ક બનાવવાની દિશામાં કામ કરી રહી છે. અનેક વૈશ્વિક યુનિવર્સિટીઓ જોડાઈ છે અને
21મી સદી એશિયાની સદી તરીકે ગણાવવામાં આવી રહી છે.
એક સમયે નાલંદા ભારતીય શિક્ષણની ઓળખ હતું. શિક્ષણ આપણા વિચારો અને વર્તણુંકને આકાર આપે છે એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.નવું પરિસર પ્રાચીન નાલંદા યુનિવર્સિટીનાં અવશેષોની નજીક આવેલું છે.
આ પ્રસંગે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી નિતિશ કુમાર અને વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત 17 દેશોનાં રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.