ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન છે. તેનો ઉદ્દેશ માત્ર બોડોલેન્ડમાં જ નહીં, પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર-પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા સ્વદેશી બોડો લોકોને એકત્રિત કરવાનો છે.
બોડોલેન્ડ મહોત્સવનો વિષય “સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સ્વભાવ” છે. આ મહોત્સવના માધ્યમથી બોડોલેન્ડની સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા, પર્યાવરણીય જૈવવિવિધતા અને પ્રવાસનનો લાભ મળશે. આ કાર્યક્રમમાં બોડોલેન્ડ વિસ્તાર આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને દેશની અન્ય જગ્યાએથી 5 હજારથી વધુ સાંસ્કૃતિક, ભાષાકીય અને કળાપ્રેમીઓ ભાગ લેશે.
દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી છત્તીસગઢના જિલ્લા મુખ્યમથકો પર યોજાનારા કાર્યક્રમોને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ જનમન યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ