પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજનો વિકાસ જ એનડીએ સરકારની પ્રાથમિકતા છે.
(બાઇટ – નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી)
શ્રી મોદીએ ભગવાન બિરસા મુંડાના જીવન અને સમૃદ્ધ આદિવાસી વારસો અને સંસ્કૃતિ પર આધારિત એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું.તેમણે બે આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રહાલયો અને બે આદિજાતિ સંશોધન સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.. પીએમે જમુઈથી વર્ચ્યુઅલ મોડમાં પીએમ-જનમન અભિયાન હેઠળ બનેલા 11 હજાર ઘરોમાં પરિવારોને ગૃહ પ્રવેશમાં પણ કરાવ્યો હતો..
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ અત્યંત પવિત્ર દિવસ છે બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી અને ગુરૂનાનકના 555 પ્રકાશપર્વની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે આદિવાસી સમાજના આઝાદીના સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવ્યું હતું.. તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજની સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાનને આઝાદી બાદ ભૂલાવી દેવામાં આવ્યું હોવાનું દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બિરસા મુંડા, બુધરામ મુંડા અને શહીદ સિધો કાન્હુના પરિવારના સભ્ય મંડલ મુર્મુનું પણ સન્માન કર્યું હતું.
Site Admin | નવેમ્બર 15, 2024 1:51 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી