ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને ‘વિકસિત ભારત’ તરફ દોરી જવું જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને ‘વિકસિત ભારત’ તરફ દોરી જવું જોઈએ. તેમણે કહ્યું કે આ વિઝનને અનુરૂપ, રાજ્યમાં હાલમાં ઘણા આધુનિક માળખાકીય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પ્રદેશ માટે 70 હજાર કરોડ રૂપિયાના રોકાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે મરાઠવાડામાં 45 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ પહેલેથી જ ચાલી રહ્યા છે. તેમણે આ પ્રદેશમાં ધોરી માર્ગ,, રેલવે આધુનિકીકરણ, ઓદ્યોગિક પાર્ક અને ટેક્સટાઈલ પાર્ક સહિત વિવિધ વિકાસલક્ષી પહેલો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ મોટી કંપનીઓને આ પ્રદેશ તરફ આકર્ષિત કરશે, જેનાથી મરાઠવાડામાં નવી તકો અને રોજગારીનું સર્જન થશે.
શ્રી મોદીએ કહ્યું કે મહાયુતિ સરકાર વિકાસની સાથે પરંપરાના જતન માટે સમર્પિત છે. તેમણે ‘પાલખી મહામાર્ગ’નો ઉલ્લેખ કર્યો અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો. પ્રધાનમંત્રીએ મહા વિકાસ અઘાડીની ટીકા કરતા કહ્યું કે તે મરાઠવાડામાં જળ સંકટને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારે મહાયુતિ સરકાર દ્વારા શરૂ કરાયેલી સિંચાઈ યોજનાઓ બંધ કરી દીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ