પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે છ હજાર છસો ચાલીસ કરોડ રૂ. થી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
શ્રી મોદી પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન હેઠળ બનેલા 11 હજાર મકાનોના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન હેઠળ 23 મોબાઈલ તબીબી યુનિટ અને ધરતી આબા આદિવાસી ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાન હેઠળ 30 વધારાના મોબાઈલ મેડિકલ યુનિટનું ઉદ્ઘાટન કરશે જેથી આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળને વધુ સારી રીતે વધારી શકાય. તેઓ આદિવાસી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આજીવિકા વધારવા માટે આદિવાસી વિદ્યાર્થીઓ માટે ત્રણસો વન ધન વિકાસ કેન્દ્રો અને દસ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે બે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો અને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર અને સિક્કિમના ગંગટોકમાં બે આદિજાતિ સંશોધન સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આદિવાસી વિસ્તારોમાં સંપર્ક સુવિધા સુધારવા માટે 500 કિલોમીટર લાંબા રસ્તાઓ અને પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન હેઠળ 100 બહુહેતુક કેન્દ્રોનો શિલાન્યાસ પણ કરશે. તેઓ 25 વધારાની એકલવ્ય મોડલ રહેવાસી શાળાનો શિલાન્યાસ પણ કરશે.
…2…
ઉલ્લેખનીય છે કે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયના યોગદાનને માન આપવા માટે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ દર વર્ષે 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, દેશના વારસા અને પ્રગતિમાં આદિવાસી જૂથોની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવામાં આવે છે. સંથાલ, તામર, કોલ, ભીલ, ખાસી અને મિઝો જેવા આદિવાસી સમુદાયોએ વિવિધ ચળવળો દ્વારા દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Site Admin | નવેમ્બર 14, 2024 6:39 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી