ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 7:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યૂઅલી લોકાર્પણ કર્યું છે. શ્રી મોદીએ બિહારના દરભંગા ખાતેથી વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા 12 હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસલક્ષી કાર્યો સાથે આ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રો પર મુસાફરોને સસ્તાભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં આરોગ્ય માળખાને મજબૂત બનાવવા સરકાર સમાવેશી અભિગમ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર લોકોને સસ્તી અને મફત આરોગ્ય સેવા તેમજ દવાઓ ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું કે, 1 લાખ, 50 હજારથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉપયોગી નીવડશે.
ઉદ્ઘાટન કરાયેલા નવા ઔષધિ કેન્દ્રો બિહાર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ તેમજ મધ્ય પ્રદેશમાં કાર્યરત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ