પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બરથી નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે. તેઓ 16થી 17 નવેમ્બર દરમિયાન નાઈજીરીયાની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા અંગે વાતચીત કરશે.
શ્રી મોદી 18 અને 19 નવેમ્બર દરમિયાન G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો જશે. શ્રી મોદી જી-20 પરિષદ દરમિયાન અનેક નેતાઓને પણ મળશે.
જ્યારે 19 થી 21 નવેમ્બર દરમિયાન તેઓ ગુયાનાની મુલાકાત લેશે. 1968 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગુયાનાના રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે, અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે, ત્યાંની સંસદને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધશે.
Site Admin | નવેમ્બર 13, 2024 2:19 પી એમ(PM)