પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ આજે ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષિત છે. આજે વિશ્વના મોટાભાગના નેતાઓ ભારતીય યુવાનો, કુશળ માનવશક્તિ તેમના દેશોમાં કામ કરે તેવી આશા રાખે છે. ગુજરાતના વડતાલમાંશ્રી સ્વામિનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવને વર્ચ્યૂઅલ સંબોધતા શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આપણા યુવાનોની વૈશ્વિક માગ હજી વધવાની છે. વિકસિત ભારત માટે યુવાનોને મજબૂત બનાવવા જોઈએ અને કુશળ યુવાનો દેશની સૌથી મોટી શક્તિ બનશે.’
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે સરકારે 200 રૂપિયાનો ચાંદીનો સિક્કો અને સ્મારક ટિકીટ બહાર પાડી તે અંગે શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત વડતાલ ધામની આધ્યાત્મિક ચેતનાને લોકોએ જીવંત રાખી છે. આ પ્રસંગ લોકો માટે ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહનો પૂરાવો છે.’
Site Admin | નવેમ્બર 11, 2024 2:25 પી એમ(PM)