પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ્યામુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજય સરકારોવચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં રાજયોની ભૂમિકા અંગે બેઠકમાંચર્ચાવિચારણા કરાશે. આવતીકાલની આ બેઠકમાંપ્રધાનમંત્રી ઉપરાંત રાજયોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજયપાલો,નિતીઆયોગના ઉપાધ્યક્ષ અને આમંત્રિત પ્રતિનિધિઓ ભાગ લેશે.
Site Admin | જુલાઇ 26, 2024 8:14 પી એમ(PM) | દિલ્હી | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી