પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટીબીના કેસોમાં આવલો ઘટાડો એ દેશના સમર્પિત અને અભિનવ પ્રયત્નોનું પરિણામ છે. ટીબી નિવારણમાં દેશની પ્રગતિના વખાણ કરતા તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, સામૂહિક ભાવનાના માધ્યમથી સરકાર ટીબી મુક્ત ભારતની દિશામાં કામ કરતી રહેશે. તેમણે ઉમેર્યું છે કે સરકાર ટીબી મુક્ત ભારત બનાવવાની પ્રતિબદ્ધતામાં દૃઢ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના તાજા અહેવાલ અનુસાર ભારતમાં વર્ષ 2015થી 2023 સુધી ટીબીના કેસોમાં 17.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દર વૈશ્વિક ઘટાડાના 8.3 ટકાના દર કરતા બમણો છે.
ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપતા આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ભારપૂર્વક કહ્યું કે ટીબીના કેસોમાં ઘટાડો એ નિવારણ અને નિયંત્રણની દિશામાં દેશના પરિવર્તનશીલ દૃષ્ટિકોણને દર્શાવે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે સરકારે ટીબીના દર્દીઓને જરૂરી પોષણ સહાય આપવા માટે નિ-ક્ષય પોષણ યોજના જેવી પહેલ દ્વારા ટીબી ઉન્મૂલન કાર્યક્રમનો વિસ્તાર અને સુદૃઢીકરણ કર્યું છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:46 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી