પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર અને પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. બંને નેતાઓએ તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી ગતિની પણ પ્રશંસા કરી હતી. તેઓએ વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટી સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી.
Site Admin | નવેમ્બર 2, 2024 2:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે
