ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી ગઇકાલે કેવડિયાથી કચ્છમાં સિરક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી અને દીવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. જવાનોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આજે દેશ દુશ્મનની વાતો પર નહીં પણ સેનાના સંકલ્પો પર વિશ્વાસ મૂકે છે. તેમણે જણાવ્યું કે, આજે દેશની સરકાર સરહદ પર એક ઇંચ જમીનનું પણ સમાધાન કરતી નથી.
બોર્ડર ટુરિઝમની સંભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કચ્છમાં તેની અપાર સંભાવના છે. ગુજરાતમાં કચ્છ અને ખંભાતનાં અખાતમાં મેન્ગ્રોવ જંગલ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં દરિયાકિનારાઓ પર દરિયાઈ જીવો અને વનસ્પતિની સમગ્ર ઇકોસિસ્ટમ છે.
સેનાની ત્રણેય પાંખોમાં સંકલન વધારવાનાં પ્રયત્નોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે. સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ-CDSનો નવો હોદ્દો તૈયાર કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અંગે તેમણે જણાવ્યું કે, આજે ભારત પોતાની સબમરિન બનાવે છે. સ્વદેશી બનાવટના તેજસ લડાકુ વિમાન વાયુ સેનાની તાકાત બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ