પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે. આ ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા હશે.’ ગઈકાલે ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતાથી ભેદભાવ સમાપ્ત થશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, ‘એક રાષ્ટ્રીય ઓળખ આધારની સફળતા આપણી સામે છે અને આ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય છે.’ તેમણે કહ્યું કે, ‘પહેલા ભારતમાં વિવિધ કર પ્રણાલી હતી, પરંતુ સરકારે એક રાષ્ટ્ર-એક કર પ્રણાલી એટલે કે GST લાગુ કર્યું. અમારી સરકાર એક રાષ્ટ્ર-એક પાવરગ્રિડથી ઊર્જા ક્ષેત્રને મજબૂત કરી રહી છે અને એક રાષ્ટ્ર-એક રાશનકાર્ડના માધ્યમથી આર્થિક રીતે નબળા લોકો માટે સુવિધા એકીકૃત કરી રહી છે. આયૂષ્માન ભારતના રૂપમાં દેશના લોકોને એક રાષ્ટ્ર-એક આરોગ્ય વીમાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે.’
એકતાના આ પ્રયાસ અંતર્ગત હવે એક રાષ્ટ્ર-એક ચૂંટણી માટે કામ ચાલી રહ્યું હોવાનું પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
Site Admin | નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી