પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી આજે કેવડિયાથી કચ્છમાં સિર ક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી અને દીવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. જવાનોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આજે દેશ દુશ્મનની વાતો પર નહીં પણ સેનાના સંકલ્પો પર વિશ્વાસ મૂકે છે. તેમણે જણાવ્યું કે, આજે દેશની સરકાર સરહદ પર એક ઇંચ જમીનનું પણ સમાધાન કરતી નથી.
ભારત વિશ્વબંધુ તરીકે ઊભર્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે આ મુજબ જણાવ્યુ-
બોર્ડર ટુરિઝમની સંભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કચ્છમાં તેની અપાર સંભાવના છે. ગુજરાતમાં કચ્છ અને ખંભાતનાં અખાતમાં મેન્ગ્રોવ ફોરેસ્ટ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં દરિયા કિનારાઓ પર દરિયાઈ જીવો અને વનસ્પતિની સમગ્ર ઇકોસિસ્ટમ છે.
સેનાની ત્રણેય પાંખોમાં સંકલન વધારવાનાં પ્રયત્નોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે. સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ-CDS નો નવો હોદ્દો ઊભો કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અંગે તેમણે જણાવ્યું કે, આજે ભારત પોતાની સબમરિન બનાવે છે. સ્વદેશી બનાવટના તેજસ લડાકુ વિમાન વાયુ સેનાની તાકાત બન્યું છે.
ભારતીય સેનાની પ્રચંડ ક્ષમતાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યુઃ
અગાઉ, આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવાડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉપસ્થિતોને એકતા દિવસના શપથ લેવડાવ્યા અને એકતા પરેડના સાક્ષી બન્યા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓક્ટોબર 31, 2024 7:43 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી