પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતમાં કેવડિયાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ દરમિયાન વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા રાષ્ટ્રીય એકતાની ભાવના નિર્ણાયક છે. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષો દરમિયાન તેમની સરકાર પોતાની તમામ નીતિઓ અને નિર્ણયોમાં એક રાષ્ટ્રની ભાવનાને સતત મજબૂત કરી રહી છે.
રાષ્ટ્રીય એકતા પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે, દેશ સામે ઘણા પડકારો છે જે રાષ્ટ્રની એકતા અને સુરક્ષા માટે જોખમી છે. અર્બન નક્સલીઓના રૂપમાં લોકોનો એક વર્ગ છે, જે સમુદાય, જાતિ અને ધાર્મિક વડાઓ સાથે રાષ્ટ્રીય એકતાને ખંડિત કરવાનું લક્ષ્ય રાખે છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી