ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ એકતાનગરની મુલાકાતે

પ્રધાનમંત્રી ₹75 કરોડના ખર્ચે બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નર્મદા જિલ્લાના એકતાનગરની બે દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આજે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે 22 કરોડ રૂપિયનાં ખર્ચે બનેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ અને ₹75 કરોડના ખર્ચે બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ અને પિક-અપ સ્ટેન્ડ, કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ, ICU ઓન-વ્હીલ્સનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. 2.58 કરોડ રૂપિયાના ખર્ચે એકતાનગર 3 રસ્તા, ગરૂડેશ્વર ચોક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ