પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે એકતાનગર કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરશે. જે બાદ તેઓ આરંભ છઠ્ઠી આવૃત્તિમાં 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે.
31 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેઓ સવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે પુષ્પાજંલિ અર્પણ કરશે. ત્યાં તેઓ ઉપસ્થિત લોકોને એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે, અને એકતા દિવસ પરેડની સલામી ઝીલશે. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડની 16 ટુકડીઓ ભાગ લેશે
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે…
