પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધનવંતરી જયંતી અને નવમા આયુર્વેદ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાંઆરોગ્ય ક્ષેત્ર અંગેનાં 12 હજાર 850 કરોડ રૂપિયાનાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રનાં નાગરિકો તંદુરસ્ત હોય તો તેની પ્રગતિ વધે છે. તેમણે ઉમેર્યુ કે, આ વિચાર સાથે કેન્દ્ર સરકારે આરોગ્યનાં પાંચ સ્તંભ સ્થાપ્યા છે અને નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપી છે. આ સ્તંભમાં અટકાયતી આરોગ્ય સંભાળ, સમયસર નિદાન, વાજબી ભાવની દવાઓ અને સારવાર, નાનાશહેરો અને ગામોમાં પૂરતી આરોગ્ય સેવાઓ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ટેકનોલોજીનાં વિસ્તરણન સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ 70 વર્ષથી વધુની વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમા હેઠળ આવરીને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મહત્વનો ઉમેરો કર્યો છે. આ સાથે, તમામ વરિષ્ઠ નાગરિકોઆવક મર્યાદા વગર આરોગ્ય વીમાનો લાભ લઈ શકશે. શ્રી મોદીએ ભારતની પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનાં બીજા તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. તેમણે મધ્યપ્રદેશમાં મંદસૌર,નીમચ અને સિઓની ખાતે મેડિકલ કોલેજોનું ઉદઘાટન કર્યું હતું. તેમણે દેશની વિવિધ એઇમ્સ ખાતેસુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ મધ્યપ્રદેશમાં પાંચ નર્સિંગ કોલેજોનું ખાતમૂહુર્ત કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 29, 2024 6:59 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંબંધિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
