પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર ભારત પર નોંધપાત્ર કામગીરી કરી છે અને અવકાશથી માંડીને ઇલેક્ટ્રિક વ્હિકલ સુધીની નવી ટેકનોલોજી સહિતનાં તમામ ક્ષેત્રોમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનાં વિતરણ દરમિયાન આ પ્રમાણે જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકાર દેશનાં યુવાનોને મહત્તમ રોજગારી પૂરી પાડવા માટે પ્રતિબધ્ધ છે.
અમદાવાદમાં યોજાયેલા રોજગાર મેળામાં સાંસદ સભ્ય હસમુખ પટેલના હસ્તે આવકવેરા, ટપાલ વિભાગ અને રેલવેના 78 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા.
રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે યોજાયેલ રોજગાર મેળામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલના હસ્તે સૌરાષ્ટ્રના કુલ 85 ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકારી નોકરીઓ હવે પારદર્શક રીતે મળી રહી છે.
તો વડોદરામાં કેન્દ્રીય મંત્રી નિમુબહેન બાંભણીયાની ઉપસ્થિતીમાં આયોજીત રોજગાર મેળામાં 154 નવી ભરતીઓના નિમણૂંક પત્રો એનાયત કરાયા. આ ભરતીઓ પોસ્ટ વિભાગ, રેલવે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો તેમજ એરપોર્ટ ઑથોરિટી સાથે જોડાયેલ છે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:35 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતની નેમને દોહરાવી….
