પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નવા નિમાયેલા યુવાનોને 51 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 40 સ્થળોએ આયોજીત કરાશે. નિમણૂંક પત્ર મેળવનારા યુવાનો સરકારના વિવિધ મંત્રાલયો તેમજ વિભાગોમાં નિયુક્ત થશે.
આ રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવા પ્રત્યે પ્રધાનમંત્રીની વચનબદ્ધતાને દર્શાવે છે. સાથે જ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે રોજગારની તકો સાથે યુવાનોને સશક્ત બનાવશે.
નિમણૂંક થયેલા યુવાનોને આઇગૉટ કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ ઓનલાઇન મૉડ્યૂલ દ્વારા મૂળભૂત શિક્ષણ લેવાની તક મળશે. આ પોર્ટલ પર 14થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.