ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2024 11:39 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. 28મી જુલાઇએ પ્રસારિત થનારી આ 112મી કડી હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ દરેક યુવાનોને MyGov ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર1800-11-7800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે.
મન કી બાત કાર્યક્રમ આકાશવાણીઅને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ